Gujarat Rain Update - બારડોલી સહિત જિલ્લામાં વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશી - સુરત સમાચાર
🎬 Watch Now: Feature Video
Gujarat Rain Update : જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઇ ચુક્યો છે. શુક્રવારના રોજ સતત બીજા દિવસે પણ સુરત જિલ્લાના બારડોલી, પલસાણા, કામરેજ અને મહુવા પંથકમાં આખો દિવસ ધીમી ગતિએ વરસાદ વરસતો રહ્યો હતો. બારડોલીમાં સવારે 6થી સાંજે 4 કલાક સુધીમાં 15 MM વરસાદ નોંધાયો હતો. અન્ય તાલુકાઓની વાત કરવામાં આવે તો કામરેજ તાલુકામાં 39 MM એટલે કે, અંદાજીત દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. પલસાણા તાલુકામાં 20 MM અને મહુવા તાલુકામાં માત્ર 7 MM વરસાદ નોંધાયો હતો.