શહેરમાં મેન્ટલ હેલ્થ પર રજુ થશે નાટક 'ગાર્ડિયન્સ ઓફ ધ મેડનેસ' - મેન્ટલ હેલ્થ
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: મેન્ટલ હેલ્થ પર આજકાલ લોકો ખૂબ વાત કરે છે અને તેને બિમારીની રીતે જોતા હોય છે. પરંતુ, તે કોઈ બીમારી નથી અને આજ વસ્તુને પડદા પર રમુજી રીતે બતાવામાં આવ્યું છે. આ પ્લે ગાર્ડિયન્સ ઓફ ધ મેડનેસમાં 24 ઓગસ્ટના રોજ 9 વાગે ઓરોબોરોસ આર્ટ હબ ખાતે રજુ કરવામાં આવશે. આજકાલ દરેક યંગ લોકોમાં કોઈના કોઈ કારણોસર ચિંતા જોવા મળતી હોય છે. પણ તે વાત સમજવાની જરૂર છે. કે આ બધાનું જીવન અટકી જતું નથી અને જીવન જીવવાનું ભૂલી પણ ન જવું જોઈએ. આ એક કલાકના કોમેડી પ્લેમાં જે લખ્યું અને ડાયરેક્ટ કર્યું છે. તેમાં યશ ભગતે 4 લોકોની વાત છે. જે કોઈના કોઈ બીમારીથી પીડાઈ છે. આ લોકો ડોક્ટરની કેબિનની બહાર મળે છે. અને ત્યાંથી વાર્તાની શરૂઆત થાય છે."