જિલ્લાકક્ષાનો બેટરી ટેસ્ટ ખેલાડીઓ માટે આ રીતે બન્યો આશિર્વાદરૂપ - સર્વગ્રાહી વિકાસ માટે પ્લેટફોર્મ
🎬 Watch Now: Feature Video
પાટણના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રમાં(District Sports Training Center Patan) 11 વર્ષ અને તેથી વધુ વયના સ્પર્ધકો માટે બેટરી ટેસ્ટ(Battery test for competitors) યોજવામાં આવ્યો હતો. તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં(Taluka level Khel Mahakumbh) પ્રથમથી આઠમા ક્રમે આવનાર ખેલાડીઓએ સાત અલગ-અલગ પ્રકારની રમતોમાં સ્પર્ધા કરીને પોતાની ક્ષમતા દર્શાવી હતી. નજીકના ભવિષ્યમાં પાટણમાં આયોજિત બે દિવસીય બેટરી સ્પર્ધાના વિજેતાઓને રાજ્ય કક્ષાની બેટરી ટેસ્ટ(State level battery test) માટે સબમિટ કરવામાં આવશે. સાત જુદી જુદી રમતોમાં લગભગ 100 મહિલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. શાળાકીય શિક્ષણની સાથે સાથે, રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને વિવિધ શૈક્ષણિક સંકુલો અને ખેલ મહાકુંભ અને કલાકુંભ જેવા કાર્યક્રમો દ્વારા સર્વગ્રાહી વિકાસ માટે પ્લેટફોર્મ(Platform for holistic development) પૂરું પાડે છે. તાજેતરમાં યોજાયેલા ખેલ મહાકુંભમાં પાટણ જિલ્લા અને તાલુકાના તમામ વયના ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી હસ્તકના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પાટણમાં તાલુકા કક્ષાએ એકથી આઠમાં ક્રમે આવેલા ખેલાડીઓ માટે બે દિવસીય બેટરી ટેસ્ટ યોજવામાં આવી હતી. સ્ટેન્ડિંગ બ્રાન્ડ, જમ્પ, મેડિસિન બોલ થ્રો, 800 મીટર દોડ અને 30 મીટર દોડ સહિત 11 વિવિધ વય જૂથોની 100થી વધુ મહિલા ખેલાડીઓએ પ્રથમ દિવસે સાત વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. 30 એપ્રિલે છોકરાઓ બેટરી ટેસ્ટમાંથી પસાર થયા હતા.