અમદાવાદના કરફ્યૂ અંગે મુખ્યપ્રધાને પ્રથમવાર આપ્યું નિવેદન, ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉનની વાતને ફગાવી - ambaji
🎬 Watch Now: Feature Video
અંબાજી: મુખ્યપ્રધાન વિજય રૂપાણી માતાજી આર્શીવાદ મેળવવા માટે અંબાજી પહોંચ્યા હતા. કોરોનાથી મુક્તિ મળે તેમજ નવું વર્ષ લાભદાયી નિવડે તેવી પ્રાર્થના કરી હતી. તો અમદાવાદમાં કરફ્યૂ બાદ મુખ્યપ્રધાને પ્રથમવાર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. આવામાં સાવચેતીના પગલાના ભાગરૂપે કરફ્યૂનો નિર્ણય લેવાયો છે. શનિવારે અને રવિવારે રજા હોવાથી વધુ સંખ્યામાં લોકો બહાર નીકળે છે, તેથી વિકેન્ડ પર કરફ્યૂ લગાવાયો છે. સાથે તેઓએ સ્પષ્ટ કર્યું કે, ગુજરાતમાં લોકડાઉન નહીં લાગે. પરંતુ પોલીસ કડક કાર્યવાહી કરશે. શાળા ખૂલવા અંગે પણ નિવેદન આપતા જણાવ્યું કે, 23 નવેમ્બરથી શાળા ખોલવાનો જે નિર્ણય કર્યો છે તે હાલ પુરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. આ અંગે કોરોનાને ધ્યાનમાં રાખીને બાદમાં વિચારણ કરવામાં આવશે.
Last Updated : Nov 20, 2020, 1:19 PM IST