અરવલ્લીમાં 17 ઓકટોબરથી સિનેમાઘરો ખુલશે, ગાઈડલાઈનનું પાલન ફરજિયાત - કોરોના ગાઈડલાઈન
🎬 Watch Now: Feature Video
મોડાસાઃ સરકાર દ્વારા 15 ઓક્ટોબરથી સિનમાઘરો શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. જોકે અરવલ્લી જિલ્લામાં પ્રથમ નોરતાથી એટલે કે 17 ઓક્ટોબરથી સિનેમા ગૃહ શરૂ થશે. છેલ્લા સાત મહિનાથી બંધ પડેલા સિનેમા ઘર ફરીથી શરૂ કરવા માટે સંચાલકોએ સરકારના માર્ગ દર્શન મુજબ તૈયારીઓ કરી દીધી છે. આ માટે જિલ્લાના સિનેમા સંચાલકોએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. સરકારના માર્ગદર્શન મુજબ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે સિટ વ્યવસ્થા તેમજ સેનિટાઈઝેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.