ટોલ પ્લાઝા પર મારામારીનો વીડિયો આવ્યો સામે, જૂઓ સમગ્ર ઘટના... - गुरुग्राम में बाउंसर ने दंपति को पीटा
🎬 Watch Now: Feature Video
હરયાણા : બુધવારે ધામડૌજ ટોલ પ્લાઝા ગુરુગ્રામ પર ગુંડાગીરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં આવારા તત્વો કારમાં સવાર મહિલા અને તેના પતિને નિર્દયતાથી મારતા જોવા મળે છે. વીડિયોમાં મહિલા ટોલ પરનો અવરોધ દૂર કરતી જોવા મળી રહી છે. ત્યાં ઉભેલા વ્યક્તિએ ફરીથી તે અવરોધ ટોલ પર મૂક્યો હતો. આ પછી, અવરોધને લઈને બંને વચ્ચે ઝપાઝપી શરૂ થઈ હતી. ત્યારબાદ ત્યાં હાજર બાઉન્સરે મહિલાને મારવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે પતિ પત્નીને બચાવવા કારમાંથી નીચે ઉતર્યો ત્યારે બાઉન્સરે બંનેને બેરહેમીથી માર માર્યો હતો. સમગ્ર વિવાદ ટોલ ટેક્સ ભરવાને લઈને જણાવવામાં આવી રહ્યો છે. ગુરુગ્રામ પોલીસે આરોપી બાઉન્સર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે કારમાં એક પરિવાર સોહનાથી મારુતિ કુંજ જઈ રહ્યો હતો. કારમાં મહિલા, તેનો પતિ અને પરિવારના સભ્યો હાજર હતા. આ દરમિયાન મહિલાનો ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ ભરવા અંગે ટોલ કર્મચારી સાથે વિવાદ થયો હતો.