કપડવંજ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો - કપડવંજ નગરપાલિકામાં ભાજપની જીત
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4858667-thumbnail-3x2-suratka.jpg)
ખેડા: કપડવંજ નગરપાલિકાના ૫ વોર્ડની ખાલી પડેલી ૧૦ બેઠકો માટે પેટાચૂંટણી યોજાઈ હતી. જેની મતગણતરીમાં ભાજપના ૧૦ માંથી ૯ ઉમેદવારોનો વિજય થયો હતો. તેમજ કોંગ્રેસ તેમજ અપક્ષ ઉમેદવારોનો પરાજય થયો હતો. માત્ર એક જ અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો. ભાજપની જીતને પગલે સમર્થકો અને કાર્યકરો દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, કપડવંજ નગરપાલિકામાં ભાજપના મેન્ડેટ પર ચૂંટાયેલા સભ્યોએ બળવો કરી પ્રમુખપદના અપક્ષ ઉમેદવારને ટેકો આપ્યો હતો. બાદમાં આજે અપક્ષોને હરાવી ભાજપે પુનઃ નગરપાલિકામાં ભગવો લહેરાવ્યો હતો.