બારડોલીમાં મહિલા મંડળ દ્વારા શેરી ગરબાનું આયોજન - બારડોલીમાં મહિલા મંડળ દ્વારા શેરી ગરબાનું આયોજન
🎬 Watch Now: Feature Video
બારડોલીઃ શહેરમાં મહિલા મંડળ દ્વારા છેલ્લા 40 વર્ષોથી શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે. બારડોલી નગરમાં અલગ અલગ શેરીએ પરંપરાગત રીતે માથે માતાજીનો ગરબો મૂકી તેમજ દીવડા પ્રજલિત કરી ગરબે ઘૂમે છે. નવ દિવસ દરમિયાન આવેલા ફંડમાંથી જરૂરિયાત મંદ મહિલાઓને ઉપયોગી થવાનો પ્રયાસ કરે છે. મહિલા મંડળમાં યુવાથી લઈ વૃદ્ધ મહિલાઓ એક સરખું પરિધાન પહેરી આદ્યશક્તિના ગરબે ઘૂમે છે. આજની યુવા પેઢી જે ડી.જે ના તાલે ગરબા ઘૂમે છે. તેનાથી પણ વધુ આનંદ આ મહિલા મંડળની સભ્યોને મળે છે .