અંબાજીથી નડાબેટ સુધી તિરંગા યાત્રાનું કરાયું આયોજન
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠા : ભારતદેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરને લઈને દેશ ભરમાં 'આઝાદી કા અમૃત મહોત્સવ'(Azadi Ka Amrit Mahotsav) અંતર્ગત ગામે ગામ દેશભક્તિનો માહોલ સર્જાયો છે. સાથે 'હર ઘર તિરંગા'ની(Har ghar tiranga ) બાબતને લઈ લોકોમાં પણ દેશપ્રેમ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટી દ્વારા અંબાજીથી નડાબેટ સુધીની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું(Tricolor Yatra from Ambaji to Nadabet ) હતું. રાજ્યપ્રધાન કીર્તીસિંહ વાઘેલા, સાંસદ પરબત પટેલ, બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી તેમજ પુર્વ ઘારાસભ્યો સહીત જિલ્લાના ભાજપા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. યાત્રાને નડાબેટ માટે પ્રસ્થાન કરાવ્યું હતું. 1551 ફૂટ લાંબા તિંરગા સાથે અંબાજીના માર્ગો ઉપર પુષ્પ વર્ષા કરાઇ હતી. આ યાત્રા ભારત પાકિસ્તાનની સરહદે આવેલા નડાબેટ ખાતે નડેશ્વરી માતાના મંદિરે આખરી ઓપ આપવામાં આવ્યો હતો.