ગોંડલમાં નીકળી શ્રીમદ્ ભાગવત કથાની 108 પોથીયાત્રા - Gondal news
🎬 Watch Now: Feature Video
ગોંડલ: શહેરનાંં રામજી મંદિર ખાતે રમેશભાઈ ઓઝાનાં વ્યાસપીઠે શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ થઈ રહ્યો છે.ગોંડલ મહાદેવ વાડી ખાતે આવેલ રામેશ્વર મહાદેવનાં મંદિર ખાતેથી શ્રીમદ્ ભાગવત કથાની 108 પોથીયાત્રા નીકળી હતી. રામજી મંદિરનાં ગાદીપતિ પૂજ્ય હરિચરણદાસ મહારાજનાં અધ્યક્ષતામાં નીકળેલ આ પોથીયાત્રા શહેરનાં વિવિધ રાજમાર્ગો ઉપર ફરીને ગોંડલ રામજી મંદિર ખાતે પહોંચી હતી. પોથીયાત્રામાં બહોળી સંખ્યામાં જોડાયેલા લોકો ભક્તિમય રંગે રંગાઈ ગયા હતાં.આ શ્રીમદ્ ભાગવત કથાનાં મુખ્ય યજમાન ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારા છે. કાર્યક્રમને સફળ બનાવવા શ્રીરામજી મંદિર ટ્રસ્ટ તથા શિષ્ય પરિવાર, શ્રી સદગુરૂ ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી રામજી મંદિર સાર્વજનિક હોસ્પિટલ તથા ગોંડલવાસીઓ ભારે જહેમત ઊઠાવી રહ્યાં છે.