જામનગરની એમ.પી.શાહ મેડિકલ કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મેગા રીયુનિયન યોજાશે - mp shah medical collage
🎬 Watch Now: Feature Video
જામનગરઃ શહેરની એમ.પી.શાહ મેડિકલ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મેગા રીયુનિયન આગામી તારીખ 10,11,12 જાન્યુઆરી 2020ના રોજ યોજાશે. આ સમગ્ર કાર્યક્રમની જાણકારી આપવા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ વિદેશમાં ડૉક્ટર તરીકે ઉંચ્ચ હોદ્દા પર ફરજ બજાવી રહેલા કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પરિવાર સાથે આ કાર્યક્રમમાં હાજરી આપશે. આ ડૉક્ટરો કેન્સર, હ્યદય રોગ, ડાયાબિટીસ, જેવા રોગો પર લેક્ચર આપશે તેમજ મોટીવેશનલ લેક્ચર અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કલ્ચરલ એક્ટિવીટી રજૂ કરવામાં આવશે. આમંત્રિત મહેમાનો માટે બોલીવુડ સેલિબ્રિટી શ્રેયા ઘોષાલના મ્યુઝિકલ ઇવેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો શુભારંભ રાજ્યના મુખ્યપ્રધાન કરાવે તેવી શક્યતાઓ રહેલી છે.