પુત્રની જન્મતારીખમાં પિતાના નામ-અટક સ્થાને હાઈકોર્ટે મૃત માતાનું નામ અને અટક દાખલ કરવાનો આદેશ કર્યો - BIRTH CERTIFICATE ISSUE
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : MBAનો અભ્યાસ કરતા 23 વર્ષીય અરજદાર કૌશલ અજયભાઈ ચાવડા દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં રજૂઆત કરી છે કે, તેના માતા-પિતા વચ્ચે ગૃહ કંકાસને લીધે માતા દ્વારા વર્ષો પહેલાં આપઘાત કરવામાં આવ્યો હતો. અરજદાર માતાના આપઘાત બાદ તેના નાની-નાના સાથે રહેતો હતો અને હાલ MBA કરી રહ્યો છે. 27મી ઓગસ્ટ 1997ના રોજ અરજદારનો જન્મ થયો હતો. હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં રજૂઆત કરી છે કે, જન્મ તારીખના પ્રમાણપત્રમાં પિતાના નામ અને અટકને બદલીને માતાનું નામ અને અટક કરાવવા માટે અરજદારે 15મી મે 2019ના રોજ રાજકોટ મહાનગર પાલિકાના રજીસ્ટ્રાર સમક્ષ રજુઆત કરી હતી. જો કે રજીસ્ટ્રાર દ્વારા અરજી ફગાવી દેવાતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે સુપ્રિમ કોર્ટના બે ચુકાદા અને જન્મ - મરણ નોંધણી કાયદો 1969 અને ગુજરાત રાજ્ય જન્મ-મરણ નોંધણી કાયદા 2004ના નિયમ 11 મુજબ અરજદારના જન્મ તારીખના પ્રમાણપત્રમાં 8 સપ્તાહમાં ફેરફાર કરવાનો આદેશ કર્યો છે.