કપરાડામાં ગ્રામીણ કક્ષાએ મહિલાઓએ મટકી ફોડી જન્માષ્ટમીની ઉજવણી કરી - વલસાડ
🎬 Watch Now: Feature Video
વલસાડઃ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કરજૂન ગામે કૃષ્ણ જન્માષ્ટમી પર્વની મહિલા દ્વારા દહીંહાંડી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રામીણ કક્ષાએ પ્રથમવાર એવું બન્યું છે કે, મહિલાઓ દ્વારા મટકી ફોડીને ઉજવણી કરવામાં આવી છે. કરજૂન જેવા નાનકડા ગામે પણ મહિલાઓ હવે પુરૂષ સમોવડી બની છે. જેમ મુંબઇમાં દહીંહાડીના કાર્યક્રમ માટે એક વિશેષ મહિલા ટિમ છે, તેમ કપરાડાના કરજૂન ગામે પણ દર વર્ષે જન્માષ્ટમી પર્વ નિમિત્તે મહિલાઓ દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે કરજૂન ગામે નડગધરી ફળિયામાં આવેલા શ્રી કૃષ્ણ મંદિર નજીકમાં દહીંહાંડીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીજેના તાલ સાથે મહિલાઓએ મહિલા પિરામિડ રચી દોરડે બાંધેલી મટકી ફોડી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી.