કચ્છમાં "ભૂજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા" ફિલ્મની શૂંટિગના વીડિયો થયા વાયરલ - ફિલ્મની શુંટિગ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 6, 2019, 11:22 PM IST

કચ્છ: માંડવી તાલુકાના કાઠડા ગામ નજીક બોલિવુડની ફિલ્મ "ભૂજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા"ના શૂંટિગના ત્રણ જેટલા વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયા હતા. આ વિડિયોમાં 1971ના યુદ્ધ સમયે થયાલા બોમ્બની ઘટનાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભારત અને પાકિસ્તના વચ્ચે 1971ના યુદ્ધ સમયે પાકિસ્તાને ભૂજમાં બોમ્બવર્ષા કરી હતી આ સમયે ભૂજ નજીકના માધાપર ગામની વિરાંગના બહેનોએ સાહસ બતાવીને બાળકો ઘર પરીવાર બધું મુકીને દેશસેવા કરી હતી. આ સ્ટોરીલાઈન પર "ભૂજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા" નામની બોલિવડ ફિલ્મ બની રહી છે. જેના શૂંટિગ માટે કલાકાર અજય દેવગન, સોનાક્ષી સિંહા સહિતનો કાફલો હાલે માંડવીમાં છે. આ શૂંટિગ સમયે પાકિસ્તાનની બોમ્બ વર્ષાનું ફિલ્માકંન ચાલી રહયું છે તે આ વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.