વિદ્યાનગરના વિઘ્નહર્તા બન્યા તબીબ - વિદ્યાનગરના તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video
આણંદઃ દુંદાળા દેવ ગણેશજીના આરાધનાનો પર્વ ગણેશ મહોત્સવનો આજથી એટલે કે શનિવારથી પ્રારંભ થયો છે. આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભક્તો દ્વારા કોરોના મહામારીને લઈને સરકારની ગાઈડલાઈન અનુસાર શનિવારે સવારે પોતાના ઘરોમાં અને સોસાયટીના કમ્પાઉન્ડમાં 2 ફૂટથી નાના ગણેશજીની મુર્તિની વિધિવત સ્થાપના કરી છે, ત્યારે વલ્લભ વિદ્યાનગરના શહીદ ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ અને સ્ટાઇકર પરિવાર દ્વારા કોરોના મહામારીને લઈ સરકારની ગાઈડ લાઇન અનુસાર ગણેશ મહોત્સવની ઉજવણી માટે ગણેશજીની અનોખી મૂર્તિ તૈયાર કરાવી છે. આ અનોખી થિમમાં ભગવાન ગણેશને ડૉક્ટર અને રિદ્ધિ-સિદ્ધિને નર્સના સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ગણેશજીના ચરણોમાં દર્દી સારવાર લઈ રહ્યો છે અને ગણેશજીના હાથમાં ઈન્જેકશન પણ દર્શાવવામાં આવ્યું છે. આ મૂર્તિ શુદ્ધ માટીમાંથી ઈકો ફ્રેન્ડલી બનાવવામાં આવી છે અને શિલ્પકાર દ્વારા માત્ર એક સપ્તાહની મહેનતમાં આ અનોખી મૂર્તિ તૈયાર કરવામાં આવી છે.