નડિયાદ ખાતે હિન્દુ જાગરણ મંચ દ્વારા વિચાર ગોષ્ઠી યોજાઈ - ખેડા
🎬 Watch Now: Feature Video
ખેડા : નડિયાદ ખાતે હિન્દુ જાગરણ મંચ દ્વારા ભારત દેશ સામેના (આંતરિક) પડકારો વિષય પર વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંતરરાષ્ટ્રીય વિશેષજ્ઞ પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠે વક્તવ્ય રજૂ કર્યું હતું. વર્તમાન સમયમાં ભારત ઘણા પડકારોનો સામનો કરી રહ્યું છે. જેમાં નક્સલવાદ,ધર્માંતરણ,સામાજિક માન્યતાઓ, રીતરિવાજ,શ્રદ્ધા પર વૈચારિક આક્રમણ,સામાજિક સમરસતા પર યેનકેન પ્રકારે આક્રમણ સહિતના પડકારો છે. સમાજના શ્રેષ્ઠીઓ સમક્ષ ઉપરોક્ત વિષયોની ચર્ચા- ચિંતન માટે વૈચારિક વર્ગ નિર્માંણ કરવા માટે હિન્દુ જાગરણ મંચ- ગુજરાત પ્રયાસરત છે.જેમાં ભારત દેશ સામેના (આંતરિક) પડકારો વિષય પર વિચાર ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિષય પર આંતરરાષ્ટ્રીય વિશેષજ્ઞ પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠે વક્તવ્ય રજૂ કર્યું હતું. સાથે જ વિવિધ આગેવાનો દ્વારા પણ પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે આગેવાનો સહીત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.