વડોદરાઃ કપુરાઇ ચોકડી પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં 2 લોકોના મોત - ગાંગરેટિયા ગામ
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ હાઇવે નંબર 48 પર આવેલા વડોદરાના કપુરાઇ ચોકડી પાસે કાર અને બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે બાઇક સવારોના ઘટના સ્થળે જ મોત થયા હતા. મળતી માહિતી મુજબ વડોદરાના ગાંગરેટિયા ગામના રહેવાસી તડવી ચંદ્રેશ ભાઈ તથા તેમના મિત્ર પોતાની મોટર સાઇકલ લઈ અંગત કામ અર્થે તરસાલી ચોકડી તરફ જતા હતા. જે દરમિયાન એક કાર ચાલકે મોટરસાઇકલને અડફેટે લીધું હતું. જેમાં બે વ્યક્તિઓના મોત થયા હતા.