વડોદરાઃ મહિલા સફાઈ કર્મચારી સાથે દુષ્કર્મ કરનારા સ્ટેશન માસ્તરની રેલવે પોલીસે ધરપકડ કરી - rape with cleaning staff
🎬 Watch Now: Feature Video
વડોદરા : ગોધરાના પીલોલના સ્ટેશન માસ્તર રાજેન્દ્ર વર્માએ મહિલા સફાઈ કર્મચારી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ વડોદરા રેલવે પોલીસે રાજેન્દ્રની ધરપકડ કરી હતી. લોકડાઉન પૂર્વે રાજેન્દ્રે સફાઈ કામ કરતી પરિણીતા સાથે સફાઈના સાધનો રાખવાના રૂમમાં દુષ્કર્મ આચરી તેને 100 રૂપિયાની લાલચ આપી હતી. જેના 8 મહિના બાદ રાજેન્દ્ર પરિણીતાના ઘરે જઈને ધાકધમકી આપતા પરિણીતાએ દુષ્કર્મ આચરનારા રેલવે સ્ટેશન માસ્તર વિરુદ્ધ વડોદરા રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધવી હતી. જે બાદ વડોદરા રેલવે પોલીસે સ્ટેશન માસ્ટરની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
Last Updated : Oct 27, 2020, 10:53 PM IST