વડોદરાઃ જિલ્લા શિક્ષણ સમિતિમાં 16 નવી શાળાઓનો સમાવેશ, 8 કરોડના વધારા સાથે 188 કરોડનું બજેટ મંજૂર કરાયું
🎬 Watch Now: Feature Video
વડોદરા : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં નવી 16 શાળાઓનો સમાવેશ થયા બાદ 8 કરોડના વધારા સાથે 188 કરોડનું બજેટ વડોદરા મહાનગરપાલિકામાં મંજૂર કરવામાં આવ્યું હતું. અંદાજે 104 ઉપરાંત શિક્ષણ સમિતિની શાળાઓને ધ્યાનમાં રાખી કામ ખર્ચ, વહીવટી ખર્ચ, શિક્ષકો, પટાવાળા, કલાર્ક સહિતના પગરધોરણ અને નવી અમલી બનેલી શિક્ષણનીતિને ધ્યાનમાં રાખી ધર્મેન્દ્રસિંહ ચુડાસમાએ 180 કરોડના બજેટને રજૂ કર્યું હતું. વડોદરામાં નવા સાત ગામોનો સમાવેશ થતા તે ગામની 16 શાળાઓનો સમાવેશ થશે. જેથી વડોદરા નગર પ્રથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ દિલીપસિંહ ગોહિલ અને સમિતિના સભ્યોએ ચર્ચા કર્યા બાદ 8 કરોડનો વધારો કર્યો હતો. આ સાથે 188 કરોડના બજેટને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.