વડોદરામાં હુમન રાઇટ્સના નામે બકરા ભરેલી ગાડીના ડ્રાઇવર પાસે ખંડણીની માંગનાર ઝડપાયા
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ નેશનલ હાઈવે નંબર 8 પર આજવા ચોકડી નજીક અમદાવાદ મંડીમાંથી બકરાભરી મુંબઈ જતી ગાડીને અટકાવી ગાડી ચાલકને લાફો મારી 10 હજારની ખંડણી માંગતા ત્રણ શખ્સોને બાપોદ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર,પાટણના સિધ્ધપુર ગામે રહેતા સાકીર સીંધી અમદાવાદની રાણીપ બકરા મંડીમાંથી ગાડીમાં બકરા પાસેની નોલેબ સીટી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન કાર ચાલકે ઓવરટેક કરી બકરા ભરેલી ગાડીને રોકી હતી. કારમાં સવાર ત્રણ શખ્સોએ ગાડી ચાલકને લાફો મારી ગાડીમાં શું ભર્યું છે. તેના કાગળો બતાવવા જણાવ્યું હતું અને રૂપિયા 10 હજારની માંગ કરી હતી. જોકે ગાડીના ચાલકે મનાઇ કરતા કાર સવાર ત્રિપુટીએ પોલીસ કંટ્રોલને ફોન કરતા મામલો બાપોદ પોલીસ મથકે પહોચ્યો હતો. આ મામલે બાપોદ પોલીસે કારમાં સવાર ત્રિપુટીની ધરપકડ કરી તેમના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથધરી હોવાનુ જાણવા મળ્યુ હતું.