પાટણમાં UVCLના કર્મચારીઓએ દર્શાવ્યો વિરોધ - પાટણ સમાચાર
🎬 Watch Now: Feature Video
પાટણઃ વીજ કંપનીમાં ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓએ પોતાની વિવિધ પડતર માગણીઓને લઈ કચેરી ખાતે કાળી રીબીન ધારણ કરી નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી પોતાની માગણીઓ સરકાર સુધી પહોંચાડવાની માગ કરી હતી. વીજ કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓને સાતમા પગાર પંચ મુજબ એલાઉન્સ, ખૂટતા સ્ટાફની નિમણૂક કરવા તેમજ રજાના પૈસા રોકડમાં ચૂકવવા સહિતની વિવિધ માગણીઓ સરકાર સુધી પહોંચાડવાની માગ કરી હતી.