ગોંડલ નેશનલ હાઈવે પર યુટીલીટી જીપમાં આગ લાગી, ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ - ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ ગોંડલ જેતપુર નેશનલ હાઈવે પર ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલની સામે જેતપુરથી રાજકોટ તરફ જઈ રહેલા યુટીલીટી જીપ GJ03Z 6948 માં આગ ભભૂકી ઉઠતા ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થયો હતો. ડ્રાઇવર દ્વારા ગોંડલ ફાયર સ્ટેશનને જાણ કરાતા ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. પરંતુ તે દરમિયાન આશરે બે લાખ રૂપિયાનો કાપડ અને પ્લાસ્ટિકનો મુદ્દામાલ બળીને ખાખ થઇ ગયો હતો.