પાટણમાં કમોસમી વરસાદી ઝાપટું, ખેડૂતોમાં ચિંતાનો માહોલ - Untimely rainfall
🎬 Watch Now: Feature Video
પાટણઃ શહેરમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહેવા પામ્યું હતું ને બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ધસી આવ્યા હતા અને ભારે પવન અને વીજળીનાં કડાકા સાથે વરસાદી ઝાપટું પડ્યુ હતું. વાદળછાયા વાતાવરણને કારણે મોડી સાંજ જેવો માહોલ સર્જાયો હતો. જેના કારણે હાઇવે પર અને મુખ્ય બજારોમાં વાહનચાલકોને હેડ લાઈટો ચાલુ કરવાની ફરજ પડી હતી. તો બીજી તરફ કમોસમી વરસાદને લઇ ખેડૂત આલમમાં ચિંતા પણ જોવા મળી હતી.