અમદાવાદના નારોલમાંથી યુવકનો રહસ્યમય હાલતમાં મૃતદેહ મળ્યો - police
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટ્યું હોવાનો શહેર પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાએ દાવો કર્યો હતો, ત્યારે આ દાવો ખોટો સાબિત થતો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે 2020ના વર્ષની શરૂઆતમાં જ નિકોલ રિંગ રોડ પાસેથી એક રહસ્યમય મૃતદેહ મળી આવ્યો હતો. આ હત્યાનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી, ત્યારે નારોલમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. આ સમગ્ર બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.