ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી ફક્ત સાડા પાંચ ફૂટ દૂર - રાંદેર
🎬 Watch Now: Feature Video
સુરત: ઉકાઈ ડેમ પોતાની ભયજનક સપાટીથી ફક્ત સાડા પાંચ ફૂટ દૂર છે. ઉકાઈના કેચમેન્ટ એરિયામાં પડી રહેલાં વરસાદના કારણે ડેમમાં પાણીની આવક યથાવત છે. હાલ ઉકાઈ સપાટી 339.51 ફૂટ પહોંચી છે. ઉકાઈનું રૂલ લેવલ 335 ફૂટ જ્યારે ભયજનક સપાટી 345 ફૂટ છે. ઉકાઈમાંથી 53836 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે સુરતની સૂર્યપુત્રી તાપી નદી બંને કાંઠે વહી રહી છે. ઉકાઈમાંથી પાણી છોડાતાં સુરતનો વિયર કમ કોઝવે હાલ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે. વિયર કમ કોઝવેની સપાટી 10 વાગ્યા સુધી 8.25 મીટરે પહોંચી હતી. કોઝવેનું રૂલ લેવલ 5.65 મીટર જ્યારે ભયજનક સપાટી 6.00 મીટર છે. હાલ કોઝવે પોતાની ભયજનક સપાટી ઉપરથી વહી રહ્યો છે. જેથી રાંદેર અને સિંગણપોર ને જોડતો કોઝવે પરનો વાહનવ્યવહાર હાલ બંધ કરવામાં આવ્યો છે.
Last Updated : Sep 3, 2019, 2:50 PM IST