પાટણમાં સરસ્વતી નદીના કાંઠે વૃક્ષારોપણ કરાશે
🎬 Watch Now: Feature Video
પાટણઃ સરસ્વતી નદીના પુલની બાજુમાં આવેલી સિંચાઈ વિભાગની ખુલ્લી જગ્યામાં જિલ્લા વહીવટીતંત્ર, વનવિભાગ, સિંચાઇ વિભાગ, નગરપાલિકા તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા હજારો વૃક્ષો ઉછેરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. નદીના કિનારે 5100 વૃક્ષોનું પીંપળવન નિર્માણ કરવા માટે ખોદકામની શરૂઆત કરવામાં આવી છે. સિંચાઈ વિભાગની જમીનમાં 20,000થી વધુ અલગ-અલગ વૃક્ષોનું વાવેતર કરવા માટેની કામગીરી હાલમાં શરૂ કરવામાં આવી છે. સરસ્વતી નદીના પટને નંદનવન બનાવવા માટે વહીવટી તંત્રની સાથે સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રયત્નોથી વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરવામાં આવશે. વર્ષોથી વેરાન બનેલી સરસ્વતી નદીનો પટ હવે આગામી સમયમાં હરિયાળીથી સુશોભિત બની રહેશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.