જામનગર: મહિલા કોંગ્રેસ દ્વારા મહિલા ડોક્ટરને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચ યોજાઇ - શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચ
🎬 Watch Now: Feature Video
જામનગર: હૈદરાબાદ દુષ્કર્મ મામલાના ઘેરા પ્રત્યાઘાત દેશભરમાં પડ્યા છે. મંગળવારના રોજ જામનગરમાં મહિલા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી મહિલા ડોક્ટરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જામનગર શહેર કાર્યકારી મહિલા કોંગ્રેસ પ્રમુખ રંજન ગજેરાની આગેવાનીમાં કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ રેલી ટાઉનહોલથી શરૂ કરવામાં આવી હતી અને ગાંધીજીના પુતળા પાસે મીણબત્તી સળગાવી મૃતક મહિલા ડોકટરના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.