પાટણના બાલીસણા ગામમાંથી પસાર થતી કેનાલમાં યુવક ડૂબ્યો - પાટણનું બાલીસણા ગામ
🎬 Watch Now: Feature Video
પાટણઃ તાલુકાના બાલીસણા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં ગામના બે યુવાનો ધૂળેટી રમ્યા બાદ નાહવા પડ્યા પડ્યા હતા. કેનાલમાં પાણીની આવક વધુ હોવાથી એક યુવાન ડૂબી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટયા હતાં. આ અંગેની જાણ પાટણ નગરપાલિકાને કરાતા તરવૈયાઓએ ઘટનાસ્થળે પહોંચી કેનાલના પાણીમાં ઉતરી યુવકની શોધખોળ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પણ આવી પહોંચ્યા હતા. કલાકો સુધી યુવકની શોધખોળ કરી હોવા છતાં યુવકની ભાળ મળી નહોતી. જેથી અમદાવાદથી રેસ્ક્યુ ટીમ બોલાવવાની ફરજ પડી હતી.