છોટાઉદેપુરના સંખેડા બહાદરપુર ગામમાંથી મધરાત્રે દિપડો પાંજરે પુરાયો - Chhotaudepur
🎬 Watch Now: Feature Video
છોટાઉદેપુરના બહાદરપુર ગામમાં છેલ્લા પંદર દિવસથી દિપડો દેખાતા ગામના સરપંચ તેમજ ગામજનોની રજૂઆતના પગલે વનવિભાગ અને વાઇલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટીમ દ્વારા દીપડાનું લોકેશન જાણી પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું, તે દરમિયાન મધ્ય રાત્રે દીપડો પાંજરે પુરાયો હતો. સંખેડા વન વિભાગ એન. ટી.બારીયા તેમજ રેન્જ ફોરેસ્ટ કે.વી ગઢવી અને બહાદરપુર વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમ દ્વારા દીપડાને સહી-સલામત રીતે પકડવામાં સફળતા મળી હતી.
Last Updated : Sep 14, 2021, 7:53 PM IST