રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપમાંથી રાજકોટના અભય ભારદ્વાજનું નામ જાહેર - ગુજરાત રાજ્યસભા ચૂંટણી 2020
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ ગુજરાતમાં આગામી 26 માર્ચના રોજ રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. ત્યારે ભાજપ દ્વારા આજે ગુજરાતમાંથી બે નામ જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટના સિનિયર ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજનું નામ જાહેર કરવામાં આવ્યું છે. અભય ભારદ્વાજએ CM રૂપાણીના પણ અંગત મિત્ર માનવામાં આવે છે. જ્યારે તેઓ રાજકોટ બાર કાઉન્સિલના પૂર્વ પ્રમુખ સાથે બ્રહ્મ સમાજના અગ્રણી અને વર્ષોથી સંઘ સાથે જોડાયેલા કાર્યકર્તા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી આગામી 26 માર્ચના રોજ યોજાઈ રહી છે. ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 13 મી માર્ચ છે. ત્યારે ભાજપમાંથી રાજ્યસભાની ટિકિટ રાજકોટના ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજને આપવામાં આવી છે. તો બીજી ટિકિટ રમીલાબેન બારાને અપાઈ છે.
Last Updated : Mar 11, 2020, 8:50 PM IST