નવસારીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ચૂંટણી સ્ટાફ મતદાન મથકોએ પહોંચ્યો - સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2021
🎬 Watch Now: Feature Video
નવસારી: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા છે, ત્યારે જિલ્લા પંચાયત નિષ્પક્ષ મતદાન કરાવવા માટે તૈયાર થયું છે. નવસારી જિલ્લા પંચાયત 6 તાલુકા પંચાયત અને 2 નગરપાલિકાઓમાં મતદાન માટેના 6000થી વધુ ચૂંટણી સ્ટાફને તંત્ર દ્વારા ચૂંટણી અંગેની સામગ્રી સાથે જે તે મતદાન મથકોએ પહોંચાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નવસારી જિલ્લામાં જિલ્લા પંચાયતની 30 બેઠકો, 6 તાલુકા પંચાયતોની 132 બેઠકો અને 2 નગરપાલિકાઓ મળીને 76 બેઠકો માટે આજે રવિવારે મતદાન થયું હતું. જેમાં જિલ્લામાં પંચાયતો અને પાલિકા મળીને કુલ 1113 મતદાન મથકો છે, જેમાંથી 96 મતદાન મથકો સંવેદનશીલ છે.