ગીર સોમનાથના રામપરા ગામે પ્રૌઢ દંપતિની કરપીણ હત્યા - ઈટીવી ભારત
🎬 Watch Now: Feature Video
ગીર સોમનાથઃ જિલ્લાના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનની હદમાં આવતા રામપરા ગામના વાડી વિસ્તારમાં ગતરાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા કુહાડીના ઘા મારી પ્રૌઢ દંપતિની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં ગામલોકોએ પોલીસને જાણ કરી હતી. જે બાબતે સમગ્ર જિલ્લાના પોલીસ ઉચ્ચ અધિકારીઓ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ તેમજ ઇન્ચાર્જ એસ.પી અમિત વસાવા સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ તકે આ હત્યાને લઇ સ્થાનીક પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.