કચ્છના વાતાવરણમાં પલટો, ઝરમરથી ઝાપટાં સુધીનો વરસાદ નોંધાયો - kutch news
🎬 Watch Now: Feature Video
કચ્છ: શહેરના વાતાવરણમાં ફેરફાર નોંધાયો હતો. જેમાં અનેક ગામો અને શહેરોમાં ઝરમરથી ઝાપટાં સુધીનો વરસાદ નોંધાયો છે. એક તરફ વાદળો છવાયેલા છે. તો બીજી તરફ કોરોનાના કહેરના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળે છે. વિવિધ જગ્યાએ વહેલી સવારથી જ વરસાદ શરુ થયો હતો. વાતાવરણમાં આવેલા ફેરફારને પગલે લોકોમાં ડર પણ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, હજુ 2 દિવસ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. તેના થકી કેટલાક વિસ્તારોમાં ઝરમરથી ઝાપટાં સુધીનો વરસાદ નોંધાઇ શકે છે.