ભાવનગર : માલવણ ગામે ઘરમાંથી હત્યા કરાયેલી હાલતમાં વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળ્યો - ભાવનગર

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 30, 2020, 11:00 PM IST

Updated : Nov 30, 2020, 11:36 PM IST

ભાવનગરઃ જિલ્લાના સિહોર તાલુકાના માલવણ ગામે વસંતબા લીલુભા ગોહિલ નામના 75 વર્ષીય વૃદ્ધ મહિલાની તેના જ ઘરમાં પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાખેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. આ બનાવના પગલે સોનગઢ પોલીસનો કાફલો ત્યા દોડી ગયો હતો અને વૃદ્ધ મહિલાની મૃતદેહને પીએમ માટે સિહોરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ બનાવમાં હજુ હત્યા અંગે કોઈ સત્તાવાર જાણકારી મળવા પામી નથી. પરંતુ પ્રાથમિક માહિતી મુજબ પુત્ર એ જ માતાની હત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે હાલ પોલીસ કાફલો સિહોર હોસ્પિટલે પણ પહોચ્યો છે અને આ બનાવ અંગે કાગળ પરની કાર્યવાહી હાથ ધરી છે.
Last Updated : Nov 30, 2020, 11:36 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.