ધોરાજીના પંચનાથ મહાદેવના મંદિર નજીક એક મૃતદેહ મળી આવ્યો - ધોરાજી સરકારી હોસ્પિટલ
🎬 Watch Now: Feature Video
રાજકોટ : જિલ્લાના ધોરાજી નજીક આવેલ શફરા નદીના ચેક ડેમમાં એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ પાણીમાં તરતો હોવાની જાણ માનવ સેવાના ધર્મેન્દ્રભાઈ બાબરીયા અને ભોલાભાઈ સોલંકીને થઈ હતી. તેમણે ડેમમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢીને પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં પોલીસને મૃતકના ખિસ્સામાંથી મોબાઇલ મળી આવેલ હતો. મોબાઈલ આધારિત તપાસ કરતા મૃતક લક્ષ્મણભાઈ વાલાભાઈ મકવાણા ઉ.વ.50 હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ જામકંડોરણાના જસાપર ગામે ચેતનભાઈ પોકીયાની વાડીએ મજુરી કામ કરતા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ધોરાજી સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ ફોરેન્સિક લેબ ખાતે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.