જૂનાગઢની નવરાત્રીમાં પ્રાચીન ભુવા રાસની રમઝટ - પ્રાચીન ભુવા રાસની રમઝટ
🎬 Watch Now: Feature Video
જૂનાગઠઃ ગાંધીગ્રામ સ્થિત ગરબા મંડળમાં પણ ગરબે ઘૂમતી બાળાઓએ પ્રાચીન ભુવા રાસની રમઝટ બોલાવીને ઉપસ્થિત સૌ માઈ ભકતોના દિલ જીતી લીધા હતા. હાલ નવરાત્રીની સમગ્ર રાજ્યમાં આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં આજે પણ પ્રાચીન ગરબાઓનું મહત્વ અકબંધ જોવા મળે છે. નવરાત્રીના નવ દિવસમાં એક દિવસ અહીં પ્રાચીન ભુવારાસનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગરબે ઘૂમતી બાળાઓ માં જગદંબાના રૂપમાં ગરબે ઘૂમીને તેની આગવી કળાને ઉજાગર કરતી જોવા મળી રહી છે. નવ દિવસમાં માત્ર એક જ દિવસ ખૂબ જ કઠિન કહી શકાય તેવા ભુવા રાસનું આયોજન કરવામાં આવે છે. આ રાસ ને જોવા માટે દૂરદૂરથી ભક્તો આવતા છે.