ભરૂચમાં પુરની પરિસ્થિતિ વચ્ચે ગણપતિનું વિસર્જન, જુઓ video - પોલીસ બંદોબસ્ત
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ શહેરમાં 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ પુરની પરિસ્થિતિ વચ્ચે વિઘ્નહર્તાને નિર્વિઘ્ને વિદાય આપવામાં આવી રહી છે. નર્મદા નદીના ધસમસતા પ્રવાહમાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. પ્રથમ પૂજાતા દેવ એવા ભગવાન ગણેશની 10 દિવસ સુધી આરાધના કર્યા બાદ ગુરુવારે અનંત ચૌદશ નિમિત્તે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. આવતા વર્ષે જલ્દી આવવાના કોલ લઇ ભક્તોએ દુંદાળા દેવને વિદાય આપી હતી. ગુલાલની છોળ અને ડી.જેના તાલે નીકળેલ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ઠેર ઠેર ગણેશ પ્રતિમાઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. પાંચ ફૂટથી નાની ગણેશ પ્રતિમાઓનું ઝાડેશ્વર વિસ્તારમાં અને મોટી પ્રતિમાઓનું ભાડભૂત ખાતે વિસર્જન કરવામાં આવ્યું રહ્યું છે ભાડભૂત ખાતે તંત્ર દ્વારા ક્રેઇનની વ્યવસ્થા કરવામાં આવી હતી. બંને સ્થળોએ કોઈ અનિરછનીય બનાવ ન બને એ માટે નગરપાલિકાના ફાયર વિભાગ અને તરવૈયાઓની ટીમ તૈનાત કરવામાં આવી હતી. ગણેશ વિસર્જન દરમ્યાન કોઈ અનિરછનીય બનાવ ન બને એ માટે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.