જામનગર જિલ્લામાં ત્રણ લાખથી વધુ પશુઓને ટેગ પહેરાવતું તત્ર - jamnagar news today
🎬 Watch Now: Feature Video
હાલ સમગ્ર રાજ્યમાં પશુઓની ગણતરી કરવામાં આવી રહી છે, ત્યારે જામનગર જિલ્લા પંચાયત દ્વારા પણ ગ્રામ્ય વિસ્તારમાં પશુઓની ગણતરી શરૂ કરવામાં આવી છે. જામનગર ગ્રામ્ય પંથકમાં ત્રણ લાખથી વધુ પશુઓને ટેગ (jamnagar animal tag) પહેરવામાં આવી રહ્યા છે. જામનગર જિલ્લા પંચાયત અને જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સમગ્ર જિલ્લામાં પશુઓની ગણતરી શરૂ કરવામાં આવી છે જે અનુસંધાને હાલ ગ્રામ્ય વિસ્તારમાં કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, તેવું પશુપાલન નિયામક જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કુદરતી આફત અને અમુક સમયે માલધારીઓના પશુ ગુમ થવાની ફરિયાદો ઉઠતી હતી, ત્યારે જે પશુઓને ટેગ પહેરાવવામાં આવ્યું હોય તેની તાત્કાલિક ઓળખાણ થઈ જાય છે.