છેલ્લા 6 દિવસથી સફાઈ કર્મચારીઓની હડતાળ, કોર્પોરેશનનો ઘેરાવો કરશે - સફાઈ કર્મચારીઓની હડતાળ
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ શહેરમાં છેલ્લા છ દિવસથી સફાઇ કર્મચારીઓની પડતર માગણીઓને લઇ હડતાળ ચાલી રહી છે. જેમાં રિવરફ્રન્ટ હાઉસ ખાતે કમિશનર સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કમિશનર દ્વારા યોગ્ય જવાબ નહીં મળતા આગામી દિવસોમાં હજૂ પણ આંદોલન યથાવત રહેશે. શહેરના અલગ સફાઇ કર્મતારી સંગઠનો આ આંદોલનમાં જોડાશે અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન પણ સફાઇકર્મીઓ દ્વારા કરવામાં આવશે.