સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જન જાગૃતિ અર્થે સાયબર ક્રાઈમ અવેરનેસ સેમિનાર યોજાયો - સિક્યુરીટી ફીચર્સ અને ઇન્ટરનેટનું ઓડીટ
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગરઃ શહેરના 80 ફુટ રોડ પર આવેલા પંડિત દિન દયાલ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાના અધ્યક્ષ સ્થાને સાઇબર ક્રાઇમ અવેરનેસ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ વિવિધ વેપારી એસોસિએશન સાથે સંકળાયેલા સંગઠનો તેમજ વેપારીઓને સાઇબર ક્રાઇમ વિશેની માહિતી એક્સપર્ટ દ્વારા પુરી પાડવામાં આવી હતી. જેમાં ખાસ કરીને ATM કાર્ડ ફ્રોડ, ઇ-મેઇલના માધ્યમથી થતાં ફ્રોડ, બેન્કને લગતા તેમજ ફોનના માધ્યમથી થતાં ફ્રોડને અટકાવવા બાબતની સમદ આ સેમિનારના માધ્યમથી આપવામાં આવી હતી. આ ઉપરાંત કોઇપણ સોશિયલ મીડિયામાં એકાઉન્ટ યુઝ કરતા લોકોને સિક્યુરીટી ફીચર્સ અને ઇન્ટરનેટનું ઓડીટ કેવી રીતે કરવું તેની જાણકારી પણ આપવામાં આવી હતી. તેમજ પર્સનલ માહિતી શેર કરતા સોશિયલ મીડિયામાં સતત એલર્ટ રહેવા બાબતે જણાવવામાં આવ્યું હતું. ખાસ કરીને આ સેમિનારમાં પોલીસ વિભાગના LCB, SOG, પેરોલ ફર્લો તેમજ સાઇબર વિભાગના PI, PSI સહિતના પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.