સુરત : સરથાણા નેચર પાર્ક 1 નવેમ્બરથી ખુલ્લું મુકાયું - ગોપીતળાવ
🎬 Watch Now: Feature Video
સુરત : કોરોના કાળમાં બંધ રહેલા સુરતના સરથાણા નેચર પાર્ક 1 નવેમ્બરથી ફરી ખોલવામાં આવ્યું છે. નેચર પાર્કની એન્ટ્રી ટિકિટ ઓનલાઈન બુક કરવી પડશે. 10 વર્ષથી નાના અને 65 વર્ષથી વઘુ ઉંમરની વ્યક્તિ, ગર્ભવતીઓ તથા કોમોર્બીડ વ્યક્તિઓને પ્રવેશ નહીં આપવામાં આવે. જેના માટે SMC દ્વારા એન્ટ્રી, ટિકિટ અને અંદર કેવી તકેદારી રાખવી તેના માટે SOP બનાવવામાં આવી છે. જે મુજબ એક સ્થળ પર 5 લોક ભેગા થઇ શકશે નહીં. નેચરલ પાર્કની કેન્ટિન શરૂ રાખવામાં આવી છે, આ સાથે બહારથી નાસ્તો પણ લાવી શકાશે. નેચર પાર્કની બેન્ચ પર 2 વ્યક્તિઓ જ બેસી શકે તે માટે પટ્ટી લગાવવામાં આવી છે. એન્ટ્રી ગેટ પર થર્મલ સ્કેનિંગ અને સેનિટાઈઝરની સુવિધા ઉભી કરવામાં આવશે.