અમરેલીની એક શિક્ષણ વિહોણી શાળા, કે જ્યાં વિદ્યાર્થીઓને પડી શિક્ષક વીના ભણવાની ફરજ - Amreli.
🎬 Watch Now: Feature Video
અમરેલી: જિલ્લામાં આવેલા લાપાળીયા ગામની આ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શિક્ષકો વિના જ ભણવાની ફરજ પડી રહી છે. આ શાળામાં અભ્યાસ કરતા 1 થી 9 ધોરણ સુધીના બાળકોની શાળામાં માત્ર 3 જ શિક્ષકો જ છે. જેને પગલે લાપાળીયા ગામના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે ફાફા પડી રહ્યાં છે. તો આ શાળાના ત્રણ શિક્ષકોને ક્લાર્કનું કામ, વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ વગેરે કામ કરવા પડે છે. આમ લાપાળીયા ગામના લોકોએ શિક્ષકો પૂરા પાડવા માટે અપીલ કરી હતી.