અમદાવાદમાં સ્માર્ટ પબ્લિક ટોયલેટ બની ગયા છે - અમદાવાદમાં સ્માર્ટ ટોઈલેટ
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ રાજ્યમાં લોકોને કોઇપણ અગવડતા ન પડે તે માટે સરકાર દ્વારા સ્માર્ટ પબ્લિક ટૉઇલિટ બનાવવામાં આવ્યા છે, પરંતુ હાલની પરિસ્થિતિ પ્રમાણે એક પબ્લિક ટૉઇલિટની હાલની પરિસ્થિતી કેવી છે તે જાણવા ETV BHARAT દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત ETV BHARATની ટીમે આજે મંગળવારે શહેરના પોશ વિસ્તારમાં આવેલા ટૉઇલિટની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં અનેક લોકો હવે કોઈપણ ગંદકીનો વિચાર કર્યા વિના આ ટૉઇલિટનો ઉપયોગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા લોકડાઉનમાં પણ પબ્લીક ટૉઇલિટની સેવા શરૂ રાખવામાં આવી હતી.