પોરબંદરના સાંદિપની આશ્રમમાં હરિ મંદિર પાટોત્સવ પ્રસંગે શ્રી હરિની પાલખી યાત્રા નીકળી - પોરબંદરના સાંદિપની આશ્રમમાં હરિ મંદિર પાટોત્સવ પ્રસંગે શ્રી હરિની પાલખી યાત્રા નીકળી
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ દિપની આશ્રમ માં હરિ મંદિર પાટોત્સવ દરમિયાન 1 ફેબ્રુઆરીના રોજ હરિમંદિર અભિષેક પૂજન-અર્ચન માટે વૃંદાવનના મહામંડલેશ્વર કાષ્ણિ સ્વામિ, શ્રીગુરુ શરણ નંદરજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં અભિષેક-અર્ચન સંપન્ન થશે. એમ જણાવી અભિષેક અને પાટોત્સવના મનોરથી વિજયભાઇ ખીરોયા લક્ષ્મીનારાયણ પૂજન અને બજરંગલાલ તાપડીયા પરિવાર રાધાક્રુષ્ણ અને રામદરબારનું અભિષેક પૂજન ગીતાબેન આહુજા સહિતના મનોરથીઓને પાટોત્સવના હરિમંદિર અભિષેક પૂજન-અર્ચન કાર્યક્રમ 1 ફેબ્રુઆરીથી બપોરના 12:30 સુધી યોજાયો હતો. હરિ મંદિરના પૂજન અભિષેકની રાત્રિએ એટલે કે, 1 ફેબ્રુઆરીએ સાંદીપનિ પરિસરમાં હરિ પાલખી યાત્રામાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા સહિત મનોરથી પરિવાર અને ઋષિકુમારો એ ખૂબ ઉત્સાહ ભેર જોડાયા હતા .ધૂન ભજન કીર્તન સાથે રાત્રીના 8 કલાકે નીકળેલ શ્રી હરી પાલખી યાત્રા સાંદિપની પરિસર માં અલગ અલગ વિસ્તારમાં માં ફરી 12 કલાકે પૂર્ણ થઈ હતી.