શ્રાવણના બીજા સોમવારે શિવને બિસ્કિટ અને ચોકલેટની આંગી કરાઈ
🎬 Watch Now: Feature Video
પાટણઃ સમગ્ર દેશમા પવિત્ર શ્રાવણ માસમા શિવ ભકતો શિવાલયોમા જઇ ભગવાન શિવની પૂજા, અર્ચના કરી તેમને રિઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે શિવ મંદિરોમાં પણ ભગવાનના વિવિધ મનોરથો અને આંગીઓ કરવામાં આવે છે. પાટણ શહેરની મધ્યમા આવેલ બગેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના બીજા સોમવારે ભગવાન શિવને બિસ્કિટ અને ચોકલેટની આંગી કરવામાં આવી હતી. ભગવાનની આ મનોહર આંગીના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો સર્જાઈ હતી. ભગવાનની આ આંગીમાં 400 કિલો બિસ્કિટ અને ચોકલેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાંજે ભગવાન શિવની મહાઆરતી કરવામા આવી હતી અને મોટી સંખ્યામાં ભક્તોએ મહાઆરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.