જુઓ ગીરસોમનાથનું સૌથી અજાણ્યું પણ સુંદર ટુરિસ્ટ ડેસ્ટિનેશન...
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: હાલ શ્રાવણ માસ ચાલતો હોવાથી લોકો જ્યોર્તિલીંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા દુર દુરથી આવે છે. ત્યારે વેરાવળ જામવાળા ગામ પાસે શિંગોડા નદી પર આવેલ જમઝીરનો ધોધ ટુરીસ્ટો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અહીં કુદરતી નજારો જોયા પછી લોકો જાણે કાશ્મીરની અનુભુતી કરતાં હોય તેમ જણાવી રહ્યા છે. જો કે, આ ધોધ નયનરમ્ય હોવાની સાથે ખતરનાક પણ માનવામાં આવે છે. અહીં છેલ્લા એક દાયકામાં 35 થી 40 લોકોના ડૂબી જવાથી મૃત્યુ થયા છે. જેના કારણે અહીં આવનાર લોકો માટે સાવધાની પણ રાખવી જરૂરી છે.