અમદાવાદમાં પાંચ દિવસીય મહોત્સવમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન - Ahmedabad Food news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 21, 2019, 11:49 PM IST

અમદાવાદ : સૃષ્ટિ સંસ્થા દ્વારા પાંચ દિવસીય સાત્વિક ફૂડની શરૂઆત ભાગવત વિદ્યાપીઠ ખાતે તા. 21 થી 25 ડિસેમ્બર સુધી કરવામાં આવી છે. જેમાં 500થી વધારે વાનગીઓ એક જ જગ્યાએ માણવા મળશે. આ ફૂડ ફેસ્ટિવલમાં હસ્તકલા, માટીકામ, લોકનૃત્ય અને ગીતોની સાથે સાથે grassroots innovationનું પ્રદર્શન, કવિ સંમેલન, કિચન ગાર્ડન વર્કશોપ, આયુર્વેદ હેલ્થ સહિત અનેક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાંચ દિવસ દરમિયાન લોકો વિવિધ વાનગીઓ જેવી કે કાશ્મીરી કાહવા, કુંવારપાઠાના ફૂલનું શાક, દૂધ ફીંડલા આઈસ્ક્રીમ, મકાઈના સુરી કંદનું શાક, મોરિંગા થેપલા રાજસ્થાની બાજરીની ખીચડી, તામિલનાડુનું નિયમ ઉત્તરાખંડના વિવિધ મઠ મધર પંજાબીની શાક રોટી, હિમાચલ પ્રદેશના siddu અને ચટણી, જંગલી જરદાળુ, તેલ વગેરેની મજા લોકો માણી શકશે. તેમજ ખેડૂતો અને ગૃહિણીઓ પોતાના સ્ટોર બનાવીને સાથે મળીને વિવિધ વાનગીઓ અને સજીવ ખેતી પેદાશોને ઉપલબ્ધ કરાવી રહી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.