thumbnail

રાજકોટમાં અજાણ્યાં ઈસમો દ્વારા રૂપિયા 1.50 લાખની લૂંટ

By

Published : Dec 17, 2019, 3:12 AM IST

રાજકોટઃ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે, ત્યારે રાતના સમયે ફરી લૂંટની ઘટનાઓ સામે આવી રહી છે. શહેરના કમિશ્નર બંગલાથી રૂડાની ઓફિસને જોડતા માર્ગ પર બાઇક પર આવેલા ત્રણ બુકાનીધારી શખ્સોએ વૃદ્ધને આંતરીને તેમના વાહનની ડેકીમાં રાખેલા અંદાજીત 1.50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ ઘટના સામે આવતા જ રાજકોટ DCP, SP સહિત વિસ્તારની સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જેની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુું કે, ભોગ બનનાર વૃદ્ધનું નામ વીનુભાઇ દાવડા છે. જેઓ ગાંધીગ્રામની વીતરાગ સોસાયટીમાં રહે છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.