વડોદરા જિલ્લાના શિનોર અને દામાપુરા ગામની સીમમાંથી બે મહાકાય અજગરનું રેસ્ક્યુ - દામાપુરા ગામની સીમમાં અજગરનું રેસ્ક્યુ
🎬 Watch Now: Feature Video
વડોદરા: શિનોર અને દામાપુરા ગામની સીમમાં ખેતરમાં મહાકાય કદ ધરાવતા બે અજગરે દેખા દેતા ખેડૂતો તેમજ શ્રમિકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. ત્યારે ભયભીત બનેલા ખેડૂતો દ્વારા વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ માલસર રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી. જેથી રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળે પહોંચી અજગરને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં બે કલાકની ભારે જહેમત બાદ અજગરનું રેસ્ક્યુ કરી અજગરને સલામત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો હતો. ત્યારે સ્થાનિક લોકોએ વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ માલસર ભરત મોરેની રેસ્ક્યુ ટીમની કામગીરીને બિરદાવી હતી.