રાજ્યસભા પેટાચૂંટણી જીત્યા બાદ બંને વિજેતા ઉમેદવારની પ્રતિક્રિયા - gandhinagar
🎬 Watch Now: Feature Video
ગાંધીનગરઃ રાજ્યસભાની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. પરિણામમાં ભાજપના બંને ઉમેદવારોનો વિજય થયો છે. જુગલજી ઠાકોરનો 105 મત મળતા ભવ્ય વિજય થયો છે. જ્યારે એસ. જયશંકરને 104 મત મળતા તેમનો વિજય થયો છે.કોંગ્રેસના બંને ઉમેદવારોએ હારનો સામનો કરવો પડ્યો છે. બીજીતરફ બંને ઉમેદવાર વિજેતા જાહેર થતાંની સાથે જ ભાજપમાં ખુશીની લાગણી ફરી વળી છે. કાર્યકર્તાઓ સહિત નેતાઓએ ફટાકડા ફોડી જીતની ઉજવણી શરૂ કરી દીધી છે. જ્યારે મુખ્યપ્રધાન સહિત તમામ દિગ્ગજોએ બંને ઉમેદવારોને વિજેતા બનવા બદલ શુભેચ્છા પાઠવી છે.